Difference between revisions of "Main Page"

From Suresh Joshi
Line 1: Line 1:
__NOTOC__
__NOEDITSECTION__
{{MainPageHeader
{{MainPageHeader
|title = Suresh Joshi
|title = Suresh Joshi
Line 12: Line 15:
|content = [[File:Suresh Joshi 1955.jpg|center|350px|link=Main_Page]]
|content = [[File:Suresh Joshi 1955.jpg|center|350px|link=Main_Page]]
}}
}}


{{Panal
{{Panal
Line 39: Line 41:
}}
}}


{{Panal
|title = સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ
|content = {{:સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ}}
}}
{{Panal
|title = સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું ઉપલબ્ધ ધ્વનિમુદ્રણ
|content = {{:સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું ઉપલબ્ધ ધ્વનિમુદ્રણ}}
}}
{{Panal
|title = ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ
|content = {{:ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ}}
}}
</div>
</div>

Revision as of 14:13, 26 September 2021


Suresh Joshi
The encyclopedia of all things related to Suresh Joshi


Featured picture


Suresh Joshi 1955.jpg

સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો


સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.

પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.

સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ

સુરેશ જોષીનાં પુસ્તકો


સુરેશ જોષીનાં પુસ્તકો

ક. મૌલિક

કવિતા

  1. ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.)
  2. પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961
  3. ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  4. તથાપિ : સાહિત્યસંગમ, સુરત, 1980

ટૂંકી વાર્તા

  1. ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958
  3. અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964
  4. ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967
  5. એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981

નવલકથા

  1. છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973
  3. કથાચક્ર : કથાચક્ર
  4. વિદુલા : વિદુલા

નિબંધ

  1. જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
  2. દમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
  3. અહો બત કિમ્ આશ્ચર્યમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  4. રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
  5. પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
  6. ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987

વિવેચન

  1. મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951
  2. કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  3. ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981
  4. કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
  5. કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
  6. શૃણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  7. અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  8. ચિન્તયામિ મનસા : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
  9. અષ્ટમોઅધ્યાય : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983

સંશોધન

  1. જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987

ખ. અનુવાદ

કવિતા

  1. પરકીયા: બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  2. રવીન્દ્રપર્વ: સંપાદક: શિરીષ પંચાલ, સંવાદ પ્રકાશન, વડોદરા

નવલકથા

  1. અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  2. વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  3. ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961
  4. ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી : રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967
  5. શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975

નિબંધ

  1. ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ : ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948
  2. પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949
  3. સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963

વિવેચન

  1. સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970
  2. અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965
  3. અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર : રવાણી પ્રકાશન, મુંબઈ, 1967
  4. આલ્બેર કૅમ્યૂ : સંવાદ પ્રકાશન
, વડોદરા
  5. દોસ્તોએવ્સ્કી  : સંવાદ પ્રકાશન
, વડોદરા
  6. ફ્રાન્ઝ કાફકા  : સંવાદ પ્રકાશન
, વડોદરા
  7. રિલ્કે  : સંવાદ પ્રકાશન
, વડોદરા

ચરિત્ર

  1. દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971

ગ. સહઅનુવાદ

કવિતા

  1. એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963
  2. ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978

નિબંધ

  1. રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976

ટૂંકી વાર્તા

  1. નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961
  2. વિદેશિની 1, 2, 3, : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985

ઘ. સંપાદન

કવિતા

  1. નવોન્મેષ: સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990
  2. નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
  3. વસ્તાનાં પદો  : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
  4. જ્ઞાન ગંગોદક : અનુભવાનંદનાં પદો : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, 1977

ગદ્ય

  1. ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981

વિવેચન

  1. આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  2. વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  3. જાનન્તિ યે કિમપિ : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984

સામયિક

  1. સુધાસંઘ પત્રિકા
  2. ફાલ્ગુની
  3. વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે)
  4. મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે)
  5. ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે)
  6. વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961;
  7. નવભારત (દિવાળી અંક), 1966
  8. સંપુટ : 1969, અંક 1-2
  9. ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  10. એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  11. સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક)
  12. સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2
  13. સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે)
  14. ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ (સૂચિકર્તા : રાઘવ ભરવાડ)

ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન

  1. માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985
  2. ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
  3. આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987
  4. સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992

છ. સુરેશ જોષી ઉપર સંશોધન ગ્રંથ

  1. સુરેશ જોષીથી સુરેશ જોષી: ડૉ. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2000
  2. સુરેશ જોષીની સર્જનયાત્રા (કવિતા અને નિબન્ધના સંદર્ભે): ડૉ. માલા કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2019

સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો


સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો

સુરેશ જોષીના પત્રો


સુરેશ જોષીના પત્રો

સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના


સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના

સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ


સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું ઉપલબ્ધ ધ્વનિમુદ્રણ


સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું ઉપલબ્ધ ધ્વનિમુદ્રણ

ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ


ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ

  1. ફિલ્મ-1
  1. ફિલ્મ-2