Difference between revisions of "Main Page"

From Suresh Joshi
Line 43: Line 43:
|title = સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિમુદ્રણ
|title = સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિમુદ્રણ
|content = [[On Rainer Maria Rilke-1]]
|content = [[On Rainer Maria Rilke-1]]
|content = [[મહાભારતમા કર્ણ]]
|content = [[મહાભારતમા કર્ણ]]
}}
}}

Revision as of 21:26, 21 July 2022


Suresh Joshi
The encyclopedia of all things related to Suresh Joshi



Suresh Joshi 1955.jpg

ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સંસ્થાપક અને આધુનિક ગુજરાતી સાહિત્યના યુગપુરુષ-સર્જક સુરેશ જોષી (૩૦.૦૫.૧૯૨૧ – ૬.૦૯.૧૯૮૬)ના, કવિતા-વાર્તા-નિબંધ-વિવેચન-અનુવાદ-મીમાંસા-સંપાદન જેવાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં અનન્ય પ્રદાનથી સાહિત્યપ્રેમી મિત્રો સુપરિચિત છે. એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપને વ્યક્ત કરતાં અનેક પુસ્તકો-સંચયો પ્રગટ થઈ ચૂક્યાં છે. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં એકાધિક સામયિકો – ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઊહાપોહ અને એતદ્‌ ઉપરાંત દ્વિભાષી સેતુમાં જોવા મળ્યાં છે. આ બધી અમૂલ્ય પણ હાલ અપ્રાપ્ય સામગ્રી તેમજ પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે તે વિપુલ સામગ્રી પણ કાયમ માટે જળવાઈ રહે, અત્યારની અને આવનારી સાહિત્યરસિક પેઢીઓને એક જ ઠેકાણે સુલભ રહે એવી શ્રી. ગુલામમોહમ્મદ શેખની પરિકલ્પના, શ્રી. અતુલ રાવલ અને એકત્ર ફાઉન્ડેશન - અમેરિકા અને શ્રી. પ્રણવ સુરેશ જોષીના સહયોગથી સુરેશ જોષી જન્મશતાબ્દી નિમિત્તે, sureshjoshi.org નામની વેબસાઇટ રૂપે સાકાર થઈ છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર આ પ્રકલ્પના એક સહયોગી તરીકે તેને પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અને ગર્વ અનુભવે છે. સુરેશ જોષીના સમગ્ર સાહિત્યનું કદ અત્યંત વિશાળ હોઈ, એ સામગ્રી અહીં ક્રમશઃ ઉમેરાતી જશે. આશા છે આપ સહુ આ પ્રવૃત્તિને વધાવી લેશો.
સહુ સાહિત્ય-પ્રેમી મિત્રોનું સુરેશ જોષીના સાહિત્ય-વિશ્વમાં સ્વાગત છે.
- કમલ વોરા (ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર વતી)


સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો


સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો

સુરેશ જોષીનાં પુસ્તકો


સુરેશ જોષીનાં પુસ્તકો


સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ


સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ

સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિમુદ્રણ


મહાભારતમા કર્ણ