Main Page
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સંસ્થાપક અને આધુનિક ગુજરાતી સાહિત્યના યુગપુરુષ-સર્જક સુરેશ જોષી (૩૦.૦૫.૧૯૨૧ – ૬.૦૯.૧૯૮૬)ના, કવિતા-વાર્તા-નિબંધ-વિવેચન-અનુવાદ-મીમાંસા-સંપાદન જેવાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં અનન્ય પ્રદાનથી સાહિત્યપ્રેમી મિત્રો સુપરિચિત છે. એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપને વ્યક્ત કરતાં અનેક પુસ્તકો-સંચયો પ્રગટ થઈ ચૂક્યાં છે. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં એકાધિક સામયિકો – ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઊહાપોહ અને એતદ્ ઉપરાંત દ્વિભાષી સેતુમાં જોવા મળ્યાં છે. આ બધી અમૂલ્ય પણ હાલ અપ્રાપ્ય સામગ્રી તેમજ પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે તે વિપુલ સામગ્રી પણ કાયમ માટે જળવાઈ રહે, અત્યારની અને આવનારી સાહિત્યરસિક પેઢીઓને એક જ ઠેકાણે સુલભ રહે એવી શ્રી. ગુલામમોહમ્મદ શેખની પરિકલ્પના, શ્રી. અતુલ રાવલ અને એકત્ર ફાઉન્ડેશન - અમેરિકા અને શ્રી. પ્રણવ સુરેશ જોષીના સહયોગથી સુરેશ જોષી જન્મશતાબ્દી નિમિત્તે, sureshjoshi.org નામની વેબસાઇટ રૂપે સાકાર થઈ છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર આ પ્રકલ્પના એક સહયોગી તરીકે તેને પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અને ગર્વ અનુભવે છે. સુરેશ જોષીના સમગ્ર સાહિત્યનું કદ અત્યંત વિશાળ હોઈ, એ સામગ્રી અહીં ક્રમશઃ ઉમેરાતી જશે.
આશા છે આપ સહુ આ પ્રવૃત્તિને વધાવી લેશો.
સહુ સાહિત્ય-પ્રેમી મિત્રોનું સુરેશ જોષીના સાહિત્ય-વિશ્વમાં સ્વાગત છે.
- કમલ વોરા (ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર વતી)
સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો
સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો
સુરેશ જોષીનાં પુસ્તકો
સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો
સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો